અભિષેક શર્માએ T20 એશિયા કપમાં રચ્યો ઈતિહાસ, બનાવ્યા આ રેકોર્ડ્સ
સોર્સ : ESPNcricinfo
ભારતનો વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા એશિયા કપમાં શાનદાર ફોર્મમાં છે. તે T20 એશિયા કપમાં 300થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.
સોર્સ : ESPNcricinfo
અભિષેક શર્માએ એશિયા કપ 2025માં શાનદાર બેટિંગ કરી છે. તેણે એશિયા કપની આ એડિશનમાં નવા રેકોર્ડ બનાવ્યા છે.
સોર્સ : ESPNcricinfo
અભિષેક શર્મા 2025 એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 6 મેચમાં 309 રન બનાવ્યા છે.
સોર્સ : ESPNcricinfo
અભિષેક શર્મા એશિયા કપના T20 ફોર્મેટમાં 300થી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન બન્યો છે. તે પોતાની વિસ્ફોટક બેટિંગ માટે સમગ્ર ટુર્નામેન્ટમાં હાઈલાઈટ રહ્યો છે.
સોર્સ : ESPNcricinfo
અભિષેકે ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ત્રણ અડધી સદી ફટકારી છે. તેણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે અડધી સદી ફટકારી છે.
સોર્સ : ESPNcricinfo
અત્યાર સુધીમાં, અભિષેકે સમગ્ર ટુર્નામેન્ટમાં 19 છગ્ગા ફટકાર્યા છે, તે T20 એશિયા કપની એક એડિશનમાં આવું કરનાર એકમાત્ર બેટ્સમેન બન્યો છે.