એબી ડી વિલિયર્સના 6 રેકોર્ડ્સ જે તોડવા કોઈપણ ખેલાડી માટે છે મુશ્કેલ
ક્રિકેટર એબી ડી વિલિયર્સે સાઉથ આફ્રિકા માટે એકલા હાથે ઘણી મેચો જીતાડી છે.એબી આજે (17 ફેબ્રુઆરી) 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
એબી ડી વિલિયર્સના નામે ઘણા એવા રેકોર્ડ્સ નોંધાયેલા છે જે કોઈપણ ખેલાડી માટે તોડવા ખૂબ મુશ્કેલ છે. ચાલો તે રેકોર્ડ્સ વિશે જાણીએ.
વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે છે. તેણે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 31 બોલમાં સદી ફટકારી હતી. તેણે આજ મેચમાં સૌથી ઝડપી (64 બોલ) 150 રન પણ બનાવ્યા હતા.
ડી વિલિયર્સે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. એબીએ 16 બોલમાં અડધી સદી ફટકારી હતી.