આરતી સિંહ પતિ સાથે યુરોપમાં હનીમૂન કરી રહી છે. આરતી સિંહ ઈન્સ્ટાગ્રામ પર તેના હનીમૂનની તસવીરો અને વીડિયો સતત શેર કરી રહી છે.

આરતી સિંહે એફિલ ટાવરની સામે રોમેન્ટિક પોઝ આપતા ઘણી તસવીરો શેર કરી હતી. હવે એફિલ ટાવરથી આરતી સિંહનો 'દેશી લુક' સામે આવ્યો છે.

આરતીએ એફિલ ટાવરની સામે લાલ ચટક સાડી પહેરેલી તેની તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે. આ તસવીરો પર ફેન્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ તસવીરો શેર કરતા આરતીએ કેપ્શનમાં લખ્યું, "દરેક સાડી એક સ્ટોરી કહે છે... હું આને હંમેશા યાદ રાખીશ... પહેલી સાડી, જે મારા પતિએ મને આપી."

બાંધણી વર્કવાળી આ લાલ જ્યોર્જેટ ઘરચોળા સાડીમાં આરતી સિંહ ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે આ ભારે સાડી સાથે ખૂબ જ ઓછી જ્વેલરી પહેરી છે.

આરતી સિંહે હળવા મેકઅપ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તેણે તેના હાથમાં ઘણા બધા લાલ રંગના હાર્ટ શેપવાળા ફુગ્ગા પણ પકડ્યા છે.

એફિલ ટાવરની સામે લાલ સાડીમાં પોઝ આપતા પહેલા આરતી સિંહે પતિ દીપક ચૌહાણ સાથે શોર્ટ ડ્રેસમાં ઘણી રોમેન્ટિક તસવીરો પણ શેર કરી હતી.

આ તસવીરોમાં દીપક આરતી સિંહને પોતાના હાથમાં પકડેલો જોવા મળ્યો હતો. આ સાથે આરતી સિંહે દીપકને કિસ કરતી તસવીર પણ શેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આરતી સિંહે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ દીપક ચૌહાણ સાથે આ વર્ષે 25 એપ્રિલે મુંબઈના ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા.