આરતી સિંહ લગ્ન બાદ પહેલીવાર પતિ દીપક ચૌહાણ સાથે જોવા મળી. પતિ સાથે પાપારાઝીની સામે પોઝ આપ્યા.

બિગ બોસ 13 ફેમ આરતી સિંહ અને બિઝનેસમેન દીપક ચૌહાણ 25 એપ્રિલે લગ્નનાં બંધનમાં બંધાયા હતા.

ટીવી એક્ટ્રેસ આરતી સિંહે ગ્રીન બ્લાઉઝ સાથે લાલ સાડી પહેરી હતી.

લગ્નમાં આરતી લાલ રંગની જોડીમાં જોવા મળી રહી હતી.

કપાળ પર બિંદી અને માંગમાં સિંદૂર લગાવીને આરતી ખૂબ સુંદર લાગી રહી હતી. દરમિયાન તેના ગળામાં મંગળસૂત્ર પણ પહેર્યું હતું.