લગ્નના બંધનમાં બંધાયા આરોહી અને તત્સત, અહીં જુઓ ફોટો

આરોહી પટેલ અને તત્સત મુનશી 6 ડિસેમ્બરે ઉદયપુરમાં તેમના નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા હતા.

લાઈફ પાર્ટનર બનતા પહેલા બેસ્ટ ફ્રેન્ડ રહેલા આ કપલે સોશિયલ મીડિયા પર તેમના લગ્નના શેર કરીને કેપ્શનમાં લખ્યું, "પ્રેમ એ મિત્રતા છે."

લગ્નમાં આરોહી સફેદ સાડી અને બ્રાઈટ રેડ બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે મીનીમલ મેકઅપ અને જ્વેલરી સાથે બ્રાઈડલ લુક કમ્પ્લીટ કર્યો હતો.

બીજી બાજુ, તત્સતે ક્લાસિક સફેદ શેરવાની અને મેચિંગ સાફો પહેર્યો હતો.

લગ્નને ખાસ બનાવવા માટે આરોહીએ તેની મહેંદીમાં સુંદર અક્ષરોમાં "આરોહી તત્સત" લખેલું હતું.

ન્યૂલી મેરિડ કપલ પૂજા જોશી અને મલ્હાર ઠાકર પણ તેમના લગ્નમાં સામેલ થયા હતા. આ પ્રસંગે ઈશા કંસારા, મિત્રા ગઢવી, યશ સોની અને અન્ય કલાકારો પણ જોવા મળ્યા હતા.