મેગાસ્ટાર અમિતાભ બચ્ચને 11 ઓકટોબરે પોતાનો 82મો જન્મદિવસ મનાવ્યો, સાથે સાથે ‘કોન બનેગા કરોડપતિમાં' પણ બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું.
અમિતાભના બર્થ ડે સ્પેશિયલ એપિસોડને યાદગાર બનાવવા આમિર ખાન દીકરા જુનૈદ સાથે શો માં પહોંચ્યા હતા.
આમિરે શો માં અમિતાભ બચ્ચને ફરિયાદ કરી, આમિરે બિગ બીને કહ્યું - સર મને તમારાથી એક ફરિયાદ છે.
“તમે કહ્યું હું, શાહરુખ ખાન અને સલમાન ખાન મોટા સ્ટાર્સ છે. અમે જ્યારે આવીએ ત્યારે પબ્લિક ઊભી થઈ જાય છે. પણ સલમાન, શાહરુખ અને હું તમને જોઈને એક્સાઈટેડ થઈ જઈએ છે.”
આમિર ખાને અમિતાભના વખાણ કરતાં કહ્યું કે, તે દરેક હિન્દુસ્તાનીના દિલમાં વસે છે. તેમનો જન્મદિવસ તેમના પરિવાર સમેત આખો દેશ મનાવે છે.
ત્યાર બાદ આમિરે બિગ બીને દેશભરના લોકોના વિડીયો મેસેજ બતાવ્યા, ફેન્સનો અઢળક પ્રેમ જોઈને અમિતાભના ખુશીનો પાર ના રહ્યો.
ફેન્સનો અપાર પ્રેમ જોઈને અમિતાભ બચ્ચનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા ને તેમણે ફેન્સનો હાથ જોડીને આભાર માન્યો.