વિશ્વની અનોખી પરંપરા: બીજા લગ્ન માટે પત્ની ચોરવાનો રિવાજ!

વિશ્વના વિવિધ ભાગોમાં આજે પણ એવા સમુદાયો એવા છે, જે સદીઓ જૂની પરંપરાઓ અને રીતિ-રિવાજોને આજે નિભાવે છે

પશ્ચિમ આફ્રિકાની વોદાબ્બે (Wodaabe) જનજાતિ પણ આમાંની એક છે, જેમની લગ્નની પરંપરા ખૂબ જ વિચિત્ર અને આશ્ચર્યજનક છે

વોદાબ્બે જનજાતિમાં છોકરા-છોકરીઓના પ્રથમ લગ્ન સામાન્ય રીતે પરિવારના નિર્ણય અનુસાર થાય છે.

પ્રથમ લગ્ન પરિવાર નક્કી કરે છે, પરંતુ બીજા લગ્નમાં ‘પત્ની ચોરી’ ફરજિયાત છે.

‘ગેરેવોલ’ તહેવારમાં પુરુષો સજીધજી, રંગબેરંગી વેશભૂષામાં નાચી-ગાઈને અન્યની પત્નીઓને આકર્ષે છે.

મહિલાની સંમતિથી આ લગ્ન માન્ય થાય છે.

આ પરંપરા પુરુષના આકર્ષણ અને વ્યક્તિત્વની પરીક્ષા માનવામાં આવે છે.

આધુનિક યુગમાં આ પરંપરા વિવાદાસ્પદ બની છે, છતાં જનજાતિમાં સાંસ્કૃતિક ગર્વ સાથે નિભાવાય છે