સોનાનું વિમાન, 7 હજાર કાર... PM મોદી જઈ રહ્યા છે તે દેશના સુલતાન પાસે છે આટલી બધી સંપત્તિ

Pm Modi સપ્ટેમ્બર મહિનામાં બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત લેશે. PM 3 થી 4 દિવસના પ્રવાસે જશે.

PM મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે પહેલીવાર ભારતના કોઈ વડાપ્રધાન બ્રુનેઈની મુલાકાતે જઈ રહ્યા છે

આ દરમિયાન પીએમ મોદી બ્રુનેઈના રાજા હસનલ બોલ્કિયાને મળશે. જે છેલ્લા 57 વર્ષથી દેશના સુલતાન પદ પર છે

સુલતાન વિશ્વના સૌથી અમીર રાજાઓમાંથી એક છે, જેની પાસે અપાર સંપત્તિ છે. 30 અબજ ડોલરની નેટવર્થ સાથે સુલતાન વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે.

સુલતાનનો મહેલ ખૂબ જ આલીશાન છે, આ મહેલનું નામ છે ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસ, જેનું નિર્માણ વર્ષ 1984માં થયું હતું.

આ મહેલની દિવાલો સોનાથી મઢેલી છે. પેલેસમાં 1700 રૂમ, 257 વોશરૂમ અને 5 સ્વિમિંગ પુલ છે. અહીં 200 તબેલા અને 110 ગેરેજ પણ છે.

આ મહેલ 2 મિલિયન સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે, આ પેલેસનું નામ વિશ્વના સૌથી મોટા મહેલ તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે.

સુલતાન પાસે 7 હજાર કાર છે, જેમાં 300 ફેરારી અને 500 રોલ્સ રોયસ સામેલ છે. આ ઉપરાંત, સુલતાનનું પોતાનું ખાનગી પ્રાણી સંગ્રહાલય પણ છે, જેમાં 30 બંગાળ વાઘ છે.

એટલું જ નહીં, સુલતાનની લક્ઝરીમાં એક પ્રાઈવેટ જેટ પણ સામેલ છે, જેને સોનાથી મઢવામાં આવ્યું છે. પ્લેન અંદરથી પણ એકદમ લક્ઝુરિયસ છે.