137 કિલો વજન ધરાવતા ક્રિકેટરનો કમાલ, એકલા હાથે અડધી ટીમને પવેલિયન ભેગી કરી

જે ખેલાડીના વજનને લઈને લોકો તેની મજાક ઉડાવતા હતા અને તેને દુનિયાનો સૌથી જાડો ખેલાડી કહેતા હતા. હવે તે ખેલાડીએ પોતાની બોલિંગથી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

શાનદાર બોલિંગને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 137 કિલો વજન ધરાવતા આ ખેલાડીએ મેચમાં 4 ઓવરમાં 16 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

આ ખેલાડી બીજું કોઈ નહિ પણ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનો ખેલાડી રહકીમ કોર્નવોલ છે. જેનો વજન 137 કિલો છે.

આટલો વજન હોવા છતાં તે કેરેબિયન પ્રીમિયર લીગમાં શાનદાર બોલિંગ કરીને ક્રિકેટ ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જેમાં તે બાર્બાડોસ રોયલ્સ તરફથી રમી રહ્યો છે.

કોર્નવોલે બાર્બાડોસ તરફથી સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિઓટ્સ વિરુદ્ધ બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 16 રન આપીને 5 વિકેટ હાંસલ કરી હતી.

તેના આ પ્રદર્શનને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કોર્નવોલે સેન્ટ કિટ્સની અડધી ટીમને પવેલિયન ભેગી કરી દીધી હતી.

સેન્ટ કિટ્સની ટીમ 19.1 ઓવરમાં 110 કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. કોર્નવોલે કેપ્ટન આન્દ્રે ફ્લેચર, મિકાઈલ લુઈસ, વાનિન્દુ હસરાંગા, ઓડીયન સ્મિથ અને રેયાન જોનની વિકેટ લીધી હતી.

જવાબમાં બાર્બાડોસ રોયલ્સે 111 રનના લક્ષ્યનો પીછો કરતા 11.2 ઓવરમાં 113 રન કરીને મેચ પોતાના નામે કરી લીધી હતી.

શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ક્વિન્ટન ડી કોકે 38 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 59 રનની ઈનિંગ રમી હતી. જ્યારે એલિક એન્થાજે 15 બોલમાં 4 ચોગ્ગા મારીને 22 રનની ઈનિંગ રમી હતી.