આજકાલ એક કંપનીમાં થોડો સમય નોકરી કરીને ઊંચા પગાર સાથે બીજી કંપનીમાં જોડાવવાનું પછી તે કંપનીના પગારના જોરે અન્ય કંપનીમાં વધુ પગાર મેળવવાનો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
યુવાનો કર્તવ્યનિષ્ઠાને જાણે ભૂલી જ ગયા છે ત્યારે બ્રાઝિલના વોલ્ટર ઓર્થમેન નામના વ્યક્તિએ એક જ કંપનીમાં 84 વર્ષ સેવા આપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.
વોલ્ટરે 17 જાન્યુઆરી, 1938ના રોજ 15 વર્ષની ઉંમરે ટેક્સટાઇલ કંપની રેનોક્સમાં કામ શરૂ કર્યું હતું.
સેલ્સપર્સન તરીકે નોકરીની શરૂઆત કરનાર વોલ્ટર કંપનીમાં સેલ્સ મેનેજર બન્યા હતાં.
આટલો લાંબો સમય અગાઉ કોઇ વ્યક્તિએ એક કંપનીમાં વિતાવ્યો નથી. વોલ્ટરને એક જ કંપનીમાં વર્ષો સુધી સેવા આપવા બદલ સમ્માનિત કરવામાં આવ્યા છે.