ક્યાંક જળ સમાધિ તો ક્યાંક મુસાફરો જીવતા ભૂંજાયા, 8 ભયાનક વિમાન અકસ્માત

1-ટેનેરીફ એરપોર્ટની ઘટના, 27 માર્ચ 1977: મૃત્યુ - 583 : એક પ્લેન એમ્સ્ટરડેમથી અને બીજું લોસ એન્જલસથી ઉડાન ભરી. બંને સ્પેનના એરપોર્ટ પર ઉતરવાના હતા. રનવે પર પ્લેન આવતાની સાથે જ પાર્કિંગમાંથી અન્ય પ્લેન તેની સાથે અથડાયું હતું.

2- તુર્કીશ એરલાઈન્સ અકસ્માત, 3 માર્ચ 1974: મૃત્યુ - 346: તુર્કિશ એરલાઈન્સનું આ પ્લેન ટેક-ઓફ બાદ પેરિસ નજીકના જંગલમાં ક્રેશ થયું હતું. કાર્ગો ગેટ યોગ્ય રીતે બંધ કરવામાં આવ્યો ન હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો.

3- ચરખી દાદરી વિમાન દુર્ઘટના, 12 નવેમ્બર, 1996: મૃત્યુ - 349: ગાઝિયાબાદ પાસે ચરખી દાદરીમાં બે વિમાનો અથડાયા હતા. જેમાં 312 લોકોના મોત થયા હતા જ્યારે 37 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.

4- સાઉદીયા વિમાન દુર્ઘટના, 19 ઓગસ્ટ, 1980: મૃત્યુ - 301: સાઉદી વિમાને રિયાધથી જેદ્દાહ માટે ઉડાન ભરી હતી. કાર્ગોમાં આગ લાગવાને કારણે નીકળેલા ઝેરી ગેસના કારણે તમામ મુસાફરોના મોત થયા હતા.

5- અમેરિકન એરલાઇન્સ અકસ્માત, 25 મે, 1979: મૃત્યુ - 272: શિકાગોથી ઉડાન ભરેલા પ્લેનનું ડાબું એન્જિન પાંખથી અલગ થઈ ગયું અને તે હવામાં રનવેથી થોડે દૂર ક્રેશ થઈ ગયું. આગમાં વિમાનમાં સવાર તમામ 272 લોકોના મોત થયા હતા.

6- મલેશિયા એરલાઇન્સ અકસ્માત, 8 માર્ચ, 2014: મૃત્યુ - 275: મલેશિયન એરલાઇન્સની ફ્લાઇટ MH370 બેઇજિંગ માટે ઉડાન ભરી હતી. વિમાન રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું. પ્લેનના કેટલાક ટુકડાઓ 2017માં રિયુનિયન ટાપુ પાસે મળી આવ્યા હતા.

7- યુક્રેન એરલાઈન્સની ઘટના, 8 જાન્યુઆરી, 2020: મૃત્યુ - 176: યુક્રેન એરલાઈન્સનું બોઈંગ 737 વિમાન ઈરાનના તેહરાનથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં ક્રેશ થયું હતું. જેમાં તમામ 176 લોકોના મોત થયા હતા.

8- ચીનમાં બોઇંગ પ્લેન અકસ્માત, 21 માર્ચ, 2022: મૃત્યુ - 132: ચીનના કુનમિંગથી ઉડાન ભરેલું બોઈંગ 737-800 એરક્રાફ્ટ 29100 ફૂટની ઊંચાઈએ અચાનક ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં ફ્લાઈટમાં સવાર તમામ 132 લોકોના મોત થયા હતા.