સદી પછી ડક... IPLમાં 7 ખેલાડીઓ સાથે બન્યું છે આવું
MI સામેની મેચ 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી માટે કંઈ ખાસ નહતી રહી. આ મેચમાં, તે 2 બોલનો સામનો કર્યા પછી ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. આ સાથે તે એક અનિચ્છનીય યાદીનો ભાગ બની ગયો છે.
વૈભવ સૂર્યવંશીએ અગાઉ GT સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. પરંતુ આ મેચમાં તે ડક પર આઉટ થયો. IPLમાં આ ફક્ત 7મો પ્રસંગ હતો જ્યારે કોઈ બેટ્સમેન સદી ફટકારીને પછીની ઈનિંગમાં ડક પર આઉટ થઈ ગયો હોય.
આ સિઝનની શરૂઆતમાં ઈશાન કિશન સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. તેણે SRHમાં પોતાની પહેલી જ મેચમાં અણનમ 106 રન બનાવ્યા. પરંતુ બીજી જ મેચમાં તે ડક પર આઉટ થયો હતો.
યુસુફ પઠાણે IPL 2010માં 37 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો, પરંતુ તેના પછીની મેચમાં તે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો.
2013માં સુરેશ રૈના સાથે પણ આવું બન્યું હતું. તેણે પંજાબ સામે અણનમ 100 રન બનાવ્યા હતા, પરંતુ બીજી જ મેચમાં તે ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો હતો.
IPL 2018માં, શેન વોટસને SRHની ટીમ સામેની મેચમાં અણનમ 117 રન બનાવ્યા હતા. પરંતુ તે પણ તેના પછીની મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો.
માર્કસ સ્ટોઈનિસ અને વેંકટેશ અય્યર પણ આ 7 ખેલાડીઓમાં સામેલ છે, જેઓ IPLમાં સદી ફટકાર્યા પછી બીજી જ ઈનિંગમાં શૂન્ય રને આઉટ થઈ ગયા હોય.