આજે અમે તમને એવા 7 બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના ઘરે જોડિયા બાળકોનો જન્મ થયો છે. ચાલો આજે જાણીએ આવા જ સેલેબ્સ વિશે.
આ યાદીમાં બોલિવૂડના ફેમસ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર પણ સામેલ છે. કરણે લગ્ન કર્યા નથી, પરંતુ વર્ષ 2018માં તે સરોગસી દ્વારા જોડિયા બાળકો યશ જોહર અને રૂહી જોહરનો પિતા બન્યો હતો.
બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા પણ જોડિયા બાળકોની માતા છે. પ્રીતિએ અમેરિકન નાગરિક જીન ગુડનફ સાથે લગ્ન કર્યા છે. આ બંનેએ વર્ષ 2021માં જોડિયા બાળકો દીકરી જિયા અને દીકરા જયનું સ્વાગત કર્યું હતું.
અભિનેતા સંજય દત્તે ત્રણ વખત લગ્ન કર્યા છે. સંજયને તેની ત્રીજી પત્ની માન્યતા દત્તથી જોડિયા બાળકો છે. જેમાં એક દીકરી ઇકરા દત્ત અને દીકરો શહરાન દત્ત છે.
અભિનેત્રી સની લિયોનીએ ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યા છે. બંનેએ પહેલા એક દીકરીને દત્તક લીધી હતી. આ પછી સની સરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બની.
સેલિના જેટલી આજે ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સેલિનાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, જેનું નામ વિરાજ અને વિન્સ્ટન રાખવામાં આવ્યું છે.
બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને દિગ્દર્શક ફરાહ ખાન માત્ર જોડિયા જ નહીં પરંતુ ત્રણ બાળકોની માતા બની હતી. ફરાહે IVF ટેકનીક દ્વારા બે દીકરી અને એક દીકરાને જન્મ આપ્યો હતો.