આ 6 ભારતીય ક્રિકેટરે રમી છે 300 ODI મેચ, કોહલી બનશે 7મો ખેલાડી

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 299 ODI મેચ રમી છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચ વિરાટ કોહલીની 300મી ODI મેચ હશે.

કોહલીએ અત્યાર સુધીમાં 299 ODI મેચની 287 ઈનિંગ્સમાં 58.2ની એવરેજ અને 93.42ની સ્ટ્રાઇક રેટથી 14,085 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન કોહલીએ ODI ક્રિકેટમાં 73 અડધી સદી અને 51 સદી ફટકારી છે.

ચાલો આજે અમે તમને એવા ભારતીય ખેલાડીઓ વિશે જણાવીએ જેમણે વિરાટ કોહલી પહેલા ભારત માટે 300 ODI મેચ રમી છે.

સચિન તેંડુલકરે ભારત માટે સૌથી વધુ વનડે મેચ રમી છે. તેણે ભારતીય ટીમ માટે 463 ODI મેચોમાં ભાગ લીધો છે.

ભારતના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમ માટે 350 ODI મેચ રમી છે.

રાહુલ દ્રવિડે ભારતીય ટીમ માટે 344 ODI મેચ રમી છે, જેમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને 334 ODI મેચ રમી છે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ ભારત માટે 300થી વધુ ODI મેચ રમી છે. સૌરવે કુલ 311 ODI મેચ રમી છે.

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે 304 ODI મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે વિસ્ફોટક બેટિંગ કરી છે.