રવિચંદ્રન અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ગાબા ટેસ્ટ બાદ અશ્વિને કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી.

રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 11 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો છે, જે કોઇ પણ ખેલાડી દ્વારા ટેસ્ટમાં સૌથી વધુ વખત છે.

રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં 100 રન બનાવીને 5 વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે

રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ડાબા હાથના બેટ્સમેનોને આઉટ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. અશ્વિને અત્યાર સુધી 266 ડાબોડી બેટ્સમેનોને આઉટ કર્યા છે.

રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 37 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. વિશ્વમાં આ મામલે તે બીજા નંબર પર છે.

રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 66 મેચમાં 350 વિકેટ ઝડપી છે જે કોઇ પણ બોલર દ્વારા સૌથી વધુ છે