વિરાટ કોહલી સહિત 5 RCB ખેલાડીઓ એક જ દિવસે બન્યા POTM
સોર્સ : ESPNcricinfo
30 નવેમ્બરનો દિવસ IPL 2025ના ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના ઘણા ખેલાડીઓ માટે સારો દિવસ હતો, તેમણે વિવિધ મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ જીત્યા હતા.
સોર્સ : ESPNcricinfo
આમાં સૌથી ખાસ વિરાટ કોહલી હતો, જેણે સાઉથ આફ્રિકા સામે રાંચી ODIમાં 120 બોલમાં 135 રન બનાવ્યા હતા અને તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.
સોર્સ : ESPNcricinfo
આ કોહલીની 52મી ODI સદી હતી, જેણે ઘણા રેકોર્ડ તોડ્યા અને ટીમ ઈન્ડિયાને સિરીઝમાં 1-0થી લીડ અપાવી હતી.
સોર્સ : ESPNcricinfo
RCBના કેપ્ટન રજત પાટીદારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માં તેની ટીમ મધ્યપ્રદેશ માટે 20 બોલમાં 43 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી અને 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ જીત્યો હતો.
સોર્સ : ESPNcricinfo
આ સિવાય RCBના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન જીતેશ શર્માએ પણ SMATમાં શાનદાર પ્રદર્શન કર્યું, તેણે હિમાચલ પ્રદેશ સામે 19 બોલમાં 41 રન બનાવ્યા અને તે 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો.
સોર્સ : Google
RCBના યુવા સ્પિનર સુયશ શર્માએ SMATમાં પોતાની ટીમ દિલ્હી માટે 20 રન આપીને 3 વિકેટ લીધી, જેનાથી ટીમ મેચ જીતી અને સુયશ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
સોર્સ : Google
અબુ ધાબી T10માં વિસ્ફોટક બેટ્સમેન ટિમ ડેવિડે ફાઈનલમાં 30 બોલમાં 98 રન બનાવીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી. આ મેચમાં તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.