અત્યાર સુધી IPLની 18 સિઝન રમાઈ છે. આ 18 સિઝનમાં ઘણા ખેલાડીઓએ ટ્રોફી જીતી છે, જ્યારે કેટલાકના હાથ હજુ પણ ખાલી છે.
સોર્સ : Google
આજે અમે તમને 5 એવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેમણે સૌથી વધુ વખત IPL ટ્રોફી જીતી છે. સૌથી વધુ IPL ટ્રોફી જીતનારા ખેલાડીઓમાં રોહિત શર્મા અને અંબાતી રાયડુનો બંને પહેલા નંબર પર છે.
સોર્સ : Google
અંબાતી રાયડુ અને રોહિત શર્મા બંનેએ છ વખત IPL ટ્રોફી જીતી છે. રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે કેપ્ટન તરીકે પાંચ વખત અને 2009માં ડેક્કન ચાર્જર્સ માટે રમતી વખતે એક વખત ટ્રોફી જીતી હતી.
સોર્સ : Google
અંબાતી રાયડુની વાત કરીએ તો, તેણે તેની શરૂઆતની IPL કારકિર્દી મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાંવિતાવી હતી. રાયડુએ ત્રણ વખત મુંબઈ ઈન્ડિયન્સ સાથે અને ત્રણ વખત ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ટ્રોફી જીતી હતી.
સોર્સ : Google
આ બંને ખેલાડી પછી, મહેન્દ્ર સિંહ ધોની સૌથી વધુ IPL ટ્રોફી જીતનાર ખેલાડી છે. ધોનીએ તેની કેપ્ટનશિપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ IPL ટ્રોફી જીતાડી છે.
સોર્સ : Google
હાર્દિક પંડ્યા પાસે પણ પાંચ IPL ટ્રોફી છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સાથે ચાર અને ગુજરાત ટાઈટન્સ સાથે એક ટ્રોફી જીતી છે. હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકે ગુજરાતને જીત અપાવી હતી.
સોર્સ : Google
આ યાદીમાં કિરોન પોલાર્ડનું નામ પણ સામેલ છે. આ ખેલાડીએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે 5 IPL ટ્રોફી જીતી છે.