પહેલીવાર T20 વર્લ્ડ કપ રમશે આ 5 ભારતીય ખેલાડીઓ

સોર્સ : Google

અભિષેક શર્મા પહેલીવાર વર્લ્ડ કપ રમશે. તેણે T20 વર્લ્ડ કપ 2024 પછી ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં ડેબ્યુ કર્યું હતું. તેણે ડેબ્યુ મેચમાં સદી ફટકારી હતી, પરંતુ પછીની મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. 2025માં તેણે T20 ક્રિકેટમાં 1602 રન બનાવ્યા હતા.

સોર્સ : Google

તિલક વર્મા પણ T20 વર્લ્ડ કપમાં પહેલીવાર રમશે. તે તાજેતરના સમયમાં ભારતના સ્ટાર ખેલાડીઓમાંથી એક રહ્યો છે અને ટીમનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તિલકે ઓગસ્ટ 2023માં T20I ડેબ્યુ કર્યું હતું, પરંતુ એશિયા કપ 2025થી તે ટીમ ઈન્ડિયા માટે નિયમિત બન્યો છે.

સોર્સ : Google

રિંકુ સિંહને T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે સામેલ હતો. તે સમયે, ટીમ મેનેજમેન્ટે USAમાં મુશ્કેલ પિચોને ધ્યાનમાં રાખીને ટીમમાં એક વધારાનો સ્પિનર ​​સામેલ કરવાનો નિર્ણય લીધો હતો.

સોર્સ : Google

રિંકુ 2023ના મધ્યભાગથી ભારતીય ટીમ સાથે છે. તેને સાઉથ આફ્રિકા સામેની T20I સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ટીમમાં પાછો ફર્યો છે.

સોર્સ : Google

T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદ કરાયેલ 15 સભ્યોની ટીમમાં સામેલ થયા બાદ વોશિંગ્ટન સુંદર પણ પોતાનો પહેલો વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે. સુંદરે ડિસેમ્બર 2017માં T20I ડેબ્યુ કર્યું હતું, પરંતુ તે T20 ક્યારેય વર્લ્ડ કપમાં રમ્યો નથી. જોકે, આ વખતે પણ તેની ભાગીદારી તેની ફિટનેસ પર આધારિત છે.

સોર્સ : Google

ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હર્ષિત રાણાને પણ પહેલીવાર વર્લ્ડ કપ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. રાણાએ 2025 વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે T20I ડેબ્યુ કર્યું હતું. તે તેની ફાસ્ટ બોલિંગથી ટીમને મજબૂત બનાવે છે.

સોર્સ : Google