આ છે ભારતને એશિયા કપ જીતાડનાર 5 કેપ્ટન, શું સૂર્યા બનશે 6ઠ્ઠો કપ્તાન?
સોર્સ : Google
ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં 8 વખત એશિયા કપ ચેમ્પિયન બની છે. આ આઠ ટ્રોફી ભારતના 5 કેપ્ટને જીતાડી છે. ચાલો જાણીએ તે 5 કેપ્ટન કોણ છે.
સોર્સ : Google
ભારત 1984માં પહેલીવાર એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું. ટીમ ઈન્ડિયા એ ત્યારે સુનીલ ગાવસ્કરની કેપ્ટનશિપમાં આ ખિતાબ જીત્યો હતો.
સોર્સ : Google
બીજી વાર, ભારતે 1988માં દિલીપ વેંગસરકરની કેપ્ટનશિપમાં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.
સોર્સ : Google
મોહમ્મદ અઝહરુદ્દીન ભારતને એશિયાનું ચેમ્પિયન બનાવનાર ત્રીજા કેપ્ટન હતો. તેણે ટીમ ઈન્ડિયાને બે વાર (1992 અને 1995) એશિયા કપનો ખિતાબ જીતાડ્યો હતો.
સોર્સ : Google
અઝહરુદ્દીનની જેમ, એમએસ ધોનીએ પણ ભારત માટે બે વાર એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. તેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા એ 2010 અને 2016માં આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.
સોર્સ : Google
રોહિત શર્માએ 2018માં પહેલીવાર ભારત માટે એશિયા કપ જીત્યો હતો. જ્યારે, 2023માં, ટીમ ઈન્ડિયા એ તેની કેપ્ટનશિપમાં ફરીથી જીત મેળવી હતી.
સોર્સ : Google
2023 પછી ફરી એકવાર એશિયા કપ યોજાવા જઈ રહ્યો છે. આ વખતે ભારતને ચેમ્પિયન બનાવવાની જવાબદારી કેપ્ટન સૂર્યકુમાર યાદવના ખભા પર છે. હવે જોઅવનું એ રહેશે કે સૂર્યા ભારતને એશિયા કપ જીતાડનાર 6ઠ્ઠો કેપ્ટન બનશે કે નહીં.