ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા પોતાના 37માં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ દરમિયાન 'હિટમેન'ના 5 ઐતિહાસિક રેકોર્ડ વિશે જાણીયે જેને તોડવા મુશ્કેલ છે.

રોહિત શર્માએ વન ડે ફોર્મેટમાં ત્રણ વખત બેવડી સદી ફટકારી છે. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે એક વખત (209 રન) અને શ્રીલંકા સામે બે વખત (264,208) રન બનાવ્યા છે.

રોહિત શર્માએ એક જ વન ડે વર્લ્ડકપમાં 5 સદી ફટકારી છે. આ સિદ્ધિ તેને 2019ના વર્લ્ડકપમાં મેળવી હતી. રોહિત પછી કુમાર સંગાકારા, ક્વિન્ટન ડી કોક છે જેમને 4-4 સદી ફટકારી છે.

રોહિત શર્માના નામે એક વન ડે મેચમાં 264 રન બનાવવાનો રેકોર્ડ છે. શ્રીલંકા વિરૂદ્ધ 13 નવેમ્બર 2014માં આ સિદ્ધિ મેળવી હતી. આ દરમિયાન રોહિત શર્માએ 173 બોલમાં 9 સિક્સર અને 33 ફોર ફટકારી હતી.

રોહિત શર્માએ શ્રીલંકા વિરૂદ્ધ રમેલી 264 રનની ઐતિહાસિક ઇનિંગ્સમાં 33 ફોર ફટકારી હતી. આ પણ ક્રિકેટ ઇતિહાસનો એક રેકોર્ડ છે. બીજા નંબર પર સચિન-સહેવાગ છે, જેમને 25-25 ફોર ફટકારી છે.

વન ડે જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મટમાં રોહિત શર્માને સિક્સર કિંગ કહેવામાં આવે છે. રોહિત શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 597 સિક્સર ફટકારી છે. ક્રિસ ગેલ બીજા નંબર પર છે. ગેલે 553 સિક્સર ફટકારી છે.