કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનને થયું છે. જેમાં 54થી વધુ લોકોના મોત થયા છે.

100થી વધુ લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે. હજુ પણ મૃતકાંક વધી શકે છે.

ભારે વરસાદને પગલે મંગળવારે વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે ફરી એક વખત ભૂસ્ખલન થતાં 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે

વાયનાડમાં ઈમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 પણ જારી કરવામાં આવ્યા છે.

દુર્ઘટનાની ગંભીરતા જોતા સેનાને બચાવ કામગીરીની વિનંતી કરાઈ હતી. હાલ 4 ટુકડીઓ દ્વારા રાહત બચાવ કામગીરી ચાલુ છે.

ભૂસ્ખલન ઉપરાઉપરી બેથી ત્રણ વખત થયું જેનાથી ઘાયલ થયેલા 16 લોકોને વાયનાડના મેપ્પાડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બચાવ કામગીરી માટે અત્યાર સુધી તૈનાત સૈનિકોની કુલ સંખ્યા લગભગ 225 છે, જેમાં તબીબી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

122 ઇન્ફન્ટ્રી બટાલિયન (ટેરિટોરિયલ આર્મી)ની બે ટુકડીઓ અને કન્નુરમાં ડીએસસી સેન્ટરની બે ટુકડીઓનો સમાવેશ થાય છે.

વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALHને તામિલનાડુના સુલુરથી સવારે 7.30 વાગ્યે રવાના કરવામાં આવ્યા છે.