4 વર્ષનો થયો અગસ્ત્ય, છૂટાછેડા પછી, નતાશાએ પિયરમાં ઉજવ્યો દીકરાનો જન્મદિવસ
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા અલગ થયા છે. થોડા સમય પહેલા બંનેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા છૂટાછેડાની જાહેરાત કરી હતી.
છૂટાછેડાની જાહેરાત પછી, નતાશા પુત્ર અગસ્ત્યને તેની સાથે સર્બિયામાં તેના ઘરે લઈ ગઈ છે.
30 જુલાઈના રોજ, હાર્દિક-નતાશાના પુત્ર અગસ્ત્યએ સર્બિયામાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. પ્રિય પુત્રના ચોથા જન્મદિવસ પર, નતાશાએ અગસ્ત્ય માટે હૃદય સ્પર્શી પોસ્ટ લખી છે.
નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના પુત્ર અગસ્ત્ય સાથે રમતી, ફરતી અને મસ્તી કરતી ઘણી તસવીરો શેર કરી છે. માતા અને પુત્ર વચ્ચેનું બોન્ડિંગ જોવા મળે છે.
નતાશાએ તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું - My beautiful boy, You are such a blessing, so sweet and kind…
always stay this way.. I won’t let this world change your kind soul ❤️ I will always be by your side… hand in hand ❤️ I love you, Mama
નતાશા પહેલા હાર્દિકે પણ પોતાના પુત્ર માટે ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. તે તેના નાના રાજકુમારને ખૂબ જ મિસ કરી રહ્યો છે.