ટીવી શો 'કસમ સે'એ પ્રાચી દેસાઈને દરેક ઘરમાં લોકપ્રિયતા અપાવી છે. અભિનેત્રીએ ફિલ્મ 'રોક ઓન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

અભિનેત્રીએ 'બોલ બચ્ચન'થી લઈને જ 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ' જેવી ફિલ્મો કરી હતી. પ્રાચી 36 વર્ષની છે, પરંતુ તેણે લગ્ન કર્યા નથી.

એક સમયે પરિણીત રોહિત શેટ્ટી સાથે તેના અફેરની વાતો ચાલી રહી હતી. બોલ બચ્ચનના સેટ પર રોહિત અને પ્રાચીની નિકટતા વધી ગઈ હતી.

કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બંનેએ સાથે રહેવાનું શરૂ કરી દીધું હતું પરંતુ પછી તેઓ અલગ થઈ ગયા.

એક વાતચીતમાં પ્રાચીએ કહ્યું હતું કે, 'મને પ્રેમમાં દગો મળ્યો છે. હું જેને પ્રેમ કરતી હતી તેની પાછળ વિદેશ પણ ગઈ હતી.

તેણે મને કહ્યું કે હું ખાસ દેશમાં જઈ રહ્યો છું. આથી તેને સરપ્રાઈઝ આપવા હું પણ ત્યાં પહોંચી પરંતુ ત્યાં પહોંચતા મને ખબર પડી કે તે ખોટું બોલી રહ્યો છે.'

પછી પ્રાચીએ કહ્યું કે, 'મેં આ વાત પર કોઈ ડ્રામા ન કરતા તેને સાયલન્ટ રીતે ટ્રીટ કરવાનું યોગ્ય સમજ્યું. હું આ જ રીતે દરેક બાબતનો સામનો કરું છું.'

એક અન્ય ઈન્ટરવ્યૂમાં પ્રાચીએ કહ્યું હતું કે, 'મે સ્ક્રીન પર એટલીવાર લગ્ન કર્યા છે કે મને લાગે છે કે હું તેનાથી કંટાળી ગઈ છું.'

અભિનેત્રીએ કહ્યું કે, 'જ્યારે મારા મિત્રો મને કહે છે કે તેમના પેરેન્ટ્સ લગ્નની જીદ કરે છે તો મને અજીબ લાગે છે. કારણ કે મારા પેરેન્ટ્સ આવું કરતા નથી.

હું મારી શરતો પર જીવું છું, મને સ્વતંત્રતા ગમે છે અને હું લગ્ન માટે મારી સ્વતંત્રતા છોડી શકતી નથી. પછી ભલે લગ્ન થોડા વધુ સમય પછી જ થાય.'