આ ચાર ગ્રહોની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ, બુધાદિત્ય રાજયોગ અને રૂચક રાજયોગ જેવા અત્યંત શુભ યોગોનું નિર્માણ થશે.
સોર્સ : Google
જ્યોતિષીઓના મતે, આ સંયોગ કરિયર, સંપત્તિ અને માન-સન્માનની દૃષ્ટિએ સુવર્ણ સાબિત થઈ શકે છે.
સોર્સ : Google
મેષ રાશિના જાતકો માટે વર્ષ 2026નો આ 'ચતુર્ગ્રહી યોગ' કરિયરના દૃષ્ટિકોણથી અત્યંત પ્રભાવી સાબિત થશે, કારણ કે આ શુભ સંયોગ તમારી કુંડળીના દસમા સ્થાનમાં એટલે કે 'કર્મ ભાવ'માં રચાવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં દસમો સ્થાન કાર્યક્ષેત્ર અને પ્રતિષ્ઠાનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી જે લોકો લાંબા સમયથી પ્રમોશન અથવા મનપસંદ નવી નોકરીની શોધમાં છે, તેમના માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી.
સોર્સ : Google
વૃષભ રાશિના જાતકો માટે આ રાજયોગ કુંડળીના નવમા સ્થાનમાં એટલે કે 'ભાગ્ય સ્થાન'માં બની રહ્યો છે, જેના પરિણામે તમને નસીબનો પૂરો સાથ મળશે. આ શુભ પ્રભાવથી લાંબા સમયથી અટકેલા કાર્યો અચાનક ગતિ પકડશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે.
સોર્સ : Google
મકર રાશિના જાતકો માટે આ ગ્રહોનો મહાસંયોગ તેમના પોતાના જ ભાવમાં(લગ્ન ભાવ) બની રહ્યો હોવાથી, તેમને આ પરિવર્તનનો સૌથી વધુ અને સીધો લાભ મળશે. આ સમયગાળા દરમિયાન તમારા વ્યક્તિત્વમાં અદભૂત નિખાર આવશે અને આત્મવિશ્વાસ નવી ઊંચાઈઓ સર કરશે, જેના કારણે સમાજમાં તમારું માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે.