ક્રિકેટ ફેન્સ માટે ઈમોશનલ રહ્યું છે 2025નું વર્ષ, અત્યાર સુધી 21 ક્રિકેટર્સે લીધી નિવૃત્તિ
સોર્સ : Google
2025 ક્રિકેટ ફેન્સ માટે ઈમોશનલ વર્ષ રહ્યું છે. આ વર્ષે 21 મોટા ક્રિકેટર્સે એક પછી એક નિવૃત્તિની જાહેરાત કરી છે.
સોર્સ : Google
તાજેતરમાં, ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી 13 વર્ષ ચાલી.
સોર્સ : Google
મિચેલ સ્ટાર્કના થોડા દિવસ પહેલા, ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
સોર્સ : Google
ચેતેશ્વર પૂજારા ઉપરાંત, આ વર્ષે અમિત મિશ્રા, માર્ટિન ગુપ્ટિલ, તમીમ ઈકબાલ, વરુણ એરોન, શાપૂર ઝદરન, રિદ્ધિમાન સાહા, દિમુથ કરુણારત્ને, હેનરિક ક્લાસેન, પીયૂષ ચાવલા, નિકોલસ પૂરન, મહમુદુલ્લાહ અને આન્દ્રે રસેલ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી ચૂક્યા છે.
સોર્સ : Google
ચાલુ વર્ષમાં ટેસ્ટ ફોર્મેટ છોડનારા ખેલાડીઓની યાદીમાં ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમજ શ્રીલંકાના એન્જેલો મેથ્યુઝનો સમાવેશ થાય છે.
સોર્સ : Google
વર્ષ 2025માં ODI ફોર્મેટ છોડી દેનારા ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ અને સ્ટીવ સ્મિથ તેમજ બાંગ્લાદેશના મુશફિકુર રહીમ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.