25 રૂપિયાથી પણ ઓછા ભાવના પ્લાનમાં મળશે 1GB ડેટા, jio-Airtel અને Viના આ રિચાર્જ છે ખાસ

Jio, Airtel અને Vi ત્રણેયના પોર્ટફોલિયોમાં તમને 1 દિવસની વેલિડિટીવાળા ડેટા વાઉચર્સ મળશે. એટલે કે તમને ફક્ત એક દિવસની વેલિડિટી મળશે.

ત્રણેય કંપનીઓના પોર્ટફોલિયોમાં તમને ધણા રિચાર્જ પ્લાન મળશે. પરંતુ જો તમને એક દિવસ માટે ડેટાની જરૂર હોય, તો વિકલ્પો ઓછા થઈ જાય છે.

સૌ પ્રથમ વાત કરીએ Airtel વિશે, આમાં તમને 22 રૂપિયાનો રિચાર્જ પ્લાન મળે છે. આ પ્લાન 1GB ડેટા આપે છે.

આ પ્લાન 1 દિવસની વેલિડિટી સાથે આવે છે. તમે દિવસ દરમિયાન ગમે ત્યારે રિચાર્જ કરી શકો છો, પરંતુ વેલિડિટી તે જ દિવસે સમાપ્ત થશે.

Jio વિશે વાત કરીએ તો, કંપની 19 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. આમાં, તમને 1 દિવસ માટે 1GB ડેટા મળશે.

આ પ્લાન Airtel અને Vi કરતા સસ્તો છે. જો તમે એક દિવસમાં ડેટાનો ઉપયોગ નહીં કરો તો બાકીનો ડેટા સમાપ્ત થઈ જશે.

સૌથી મોંઘો પ્લાન Viનો છે. કંપની 23 રૂપિયામાં એક દિવસની વેલિડિટી સાથે 1GB ડેટા આપી રહી છે.

આ પ્લાન પણ મધ્યરાત્રિએ સમાપ્ત થાય છે. ધ્યાનમાં રાખો કે આ બધા પ્લાનનો ઉપયોગ કરવા માટે તમારી પાસે એક એક્ટિવ બેઝ પ્લાન હોવો જરૂરી છે.

જો તમે ત્રણેય કંપનીઓના પ્લાન પર નજર નાખો, તો તમને ખબર પડશે કે Jio પાસે સૌથી સસ્તી સેવા છે. જ્યારે Viનો પ્લાન સૌથી મોંઘો છે.