139 દિવસ આ 5 રાશિ માટે રહેશે અત્યંત મુશ્કેલભર્યા

જુલાઈમાં શનિ વક્રી ચાલ ચાલવાના છે. હકીકતમાં 13 જુલાઈ શનિ મહારાજ પોતાની ચાલ બદલીને 28 નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે.

જ્યોતિષશાસ્ત્રમાં વક્રી ચાલનો અર્થ વિપરીત ગતિ થાય છે. જ્યારે પણ કોઈ ગ્રહ વિપરીત ગતિમાં ફરે છે, ત્યારે તેનો દેશ, વિશ્વ અને રાશિચક્ર પર નકારાત્મક પ્રભાવ પડે છે.

શનિની વક્રી ચાલથી મેષ રાશિવાળાઓએ સાવધાન રહેવાનું ખૂબ જરુરી છે. ખર્ચામાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી છે. નાણાકીય મામલે ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. નોકરી અને વેપારમાં નુકસાન આવી શકે છે.

શનિની વક્રી ચાલ મિથુન રાશિવાળાઓને વ્યાપારમાં અશુભ પરિણામ આપશે. આરોગ્યની સંભાળ રાખવી ખાસ જરુરી છે. કાર્યક્ષેત્ર પર કામનો બોઝ વધી શકે છે. આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

કન્યા રાશિવાળાઓએ કાર્ય દરમિયાન શાંતિ રાખવી જરુરી છે. આ જાતકોને પૈસા કમાતાં મુશ્કેલીઓ વધી શકે છે. મોટા મામલાઓમાં કાળજીપૂર્વક સમજી વિચારીને જ નિર્ણય કરવો.

તુલા રાશિવાળાઓ લડાઈ-ઝઘડા અથવા કોર્ટ-કચેરીના કેસમાં સંભાળીને રહેવાની જરુર છે. સ્વાસ્થ્ય પર પણ થોડું ધ્યાન રાખવું જરુરી છે.

શનિની ઉલ્ટી ચાલ ધન રાશિવાળાઓને સીધી દાંપત્ય જીવનને અસર કરી શકે છે. ઘરમાં અશાંતિનો સંકેત મળી શકે છે. આર્થિક સમસ્યાઓ આવી શકે છે.