વાહનનું આ ડૉક્યુમેન્ટ નહીં હોય તો પેટ્રોલ પંપ પહોંચતા જ થશે 10,000નો દંડ!

ઓટોમેટેડ સિસ્ટમ એવા વાહનો પર નજર રાખશે, જેનું પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ એક્સપાયર થઈ ચૂક્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિસ્ટમ પુણેના પેટ્રોલ પંપ પર લાગૂ કરવામાં આવશે, જેમાં એક કેમેરો ફીટ કરવામાં આવશે.

તે પેટ્રોલ ભરાવવા આવતા વાહનોની સિસ્ટમમાં નોંધાયેલા ડેટાને ઓળખી સરળતાથી તે વાહનની પીયુસી વેલિડિટી જણાવશે.

પીયુસી ન ધરાવતા તેમજ એક્સપાયર થઈ ગયેલા વાહનો પર 10,000નો દંડ ફટકારવાની જોગવાઈ પણ છે. આ યોજના દિલ્હીમાં પણ લાગૂ થશે.

પર્યાવરણને સુરક્ષિત રાખવા જવાબદાર નાગરિક તરીકે પોતાના વાહનની પીયુસી વેલિડિટી હંમેશા ચેક કરવી જોઈએ.

મોટાભાગના પેટ્રોલ પંપ પર પ્રદુષણ તપાસ કેન્દ્ર (પીયુસી સેન્ટર)ની સુવિધા છે. જ્યાં તમે વાહનના પોલ્યુશન લેવલની તપાસ કરી માન્ય પીયુસી પ્રાપ્ત કરી શકો છો.

જો પીયુસી એક્સપાયર થઈ જાય તો તાત્કાલિક ધોરણે તપાસ કરી નવુ સર્ટિફિકેટ મેળવી લેવુ જોઈએ.