સ્વામી વિવેકાનંદના આ 10 અમૂલ્ય વિચાર બદલી નાખશે તમારું જીવન

આજે 4 જુલાઈએ સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે. ચાલો જાણીએ તેમના 10 અમૂલ્ય વિચારો.

એક સમયે એક જ કામ કરો અને તે કરતી વખતે તમારો આત્મા તેમાં લગાવો અને બાકીનું બધું ભૂલી જાઓ.

ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

નબળા મનની વ્યક્તિ ક્યારેય મહાન બની શકતી નથી.

જો તમે તમારા સપનાને સાકાર કરવા માંગો છો, તો તમારે જાગૃત રહેવું પડશે.

ભગવાન દરેક વ્યક્તિમાં હાજર છે. તેથી, આપણે દરેકને માન આપવું જોઈએ.

જો તમારે કોઈપણ પડકારનો સામનો કરવો હોય તો તમારે મજબૂત બનવું પડશે.

જો તમે સંજોગો પર મજબૂત પકડ ધરાવો છો, તો પછી કોઈ વ્યક્તિ તમને નુકસાન નહીં પહોંચાડી શકે.

બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલેથી જ આપણી છે. તે આપણે જ છીએ.

વિશ્વ એક વ્યાયામ શાળા છે જ્યાં આપણે આપણી જાતને મજબૂત બનાવવા આવીએ છીએ.

સૌથી મોટો ધર્મ એ છે કે પોતાના સ્વભાવ સાથે સાચા રહેવું. તમારા પર વિશ્વાસ રાખો.