ઈંગ્લેન્ડમાં સૌથી લાંબી ઈનિંગ રમનારા 10 ભારતીય બેટ્સમેન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ઈતિહાસ રચ્યો છે.

શુભમન ગિલ ઈંગ્લેન્ડમાં સૌથી લાંબી ઈનિંગ રમનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. ચાલો તમને ઈંગ્લેન્ડમાં સૌથી લાંબી ઈનિંગ રમનારા ટોપ 10 બેટ્સમેન વિશે જણાવીએ.

શુભમન ગિલ આ યાદીમાં પ્રથમ ક્રમે છે. તેણે ઈંગ્લેન્ડમાં 269 રનની શાનદાર ઈનિંગ રમી છે. ગિલની આ ઈનિંગ ઐતિહાસિક છે.

ઈંગ્લેન્ડમાં સૌથી લાંબી ઈનિંગ રમનાર ભારતીય બેટ્સમેનમાં બીજા નંબર પર મહાન સુનીલ ગાવસ્કર છે. તેમણે 1979માં ઓવલ ગ્રાઉન્ડ પર 221 રનની બનાવ્યા હતા.

યાદીમાં ત્રીજા સ્થાને વોલ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાતો રાહુલ દ્રવિડ છે. દ્રવિડે 2002માં ઓવલ ગ્રાઉન્ડ પર 217 રન બનાવ્યા હતા.

ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાતા સચિન તેંડુલકરનું નામ આ યાદીમાં ચોથા સ્થાને છે. સચિને વર્ષ 2002માં લીડ્સ ગ્રાઉન્ડ પર 193 રનની ઈનિંગ રમી હતી.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી ઈંગ્લેન્ડમાં સૌથી લાંબી ઈનિંગ રમનારા બેટ્સમેનોમાં પાંચમા ક્રમે છે. તેણે 1990માં ઓવલ ગ્રાઉન્ડ પર 187 રનની ઈનિંગ રમી હતી.

ભારતના વિનુ માંકડનું નામ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. વિનુએ 1952૨માં લોર્ડ્સના ગ્રાઉન્ડ પર 184 રનની ઈનિંગ રમી હતી.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ આ યાદીમાં સાતમા સ્થાને છે. તેણે 1990માં માન્ચેસ્ટરમાં 179 રનની ઈનિંગ રમી હતી.

યાદીમાં આઠમા સ્થાને પણ સચિન તેંડુલકરનું નામછે. સચિને 1996માં નોટિંગહામમાં 177 રનની ઈનિંગ રમી હતી.

દિલીપ વેંગસરકર યાદીમાં નવમા સ્થાને છે. તેણે 1982માં લોર્ડ્સ ગ્રાઉન્ડ પર 157 રનની ઈનિંગ રમી હતી.

ઈંગ્લેન્ડમાં સૌથી લાંબી ઈનિંગ રમનારા ભારતીય બેટ્સમેનોમાં વિરાટ કોહલી દસમા સ્થાને છે. વિરાટ કોહલીએ 2018માં બર્મિંગહામમાં 149 રનની ઈનિંગ રમી હતી.