VIDEO: Valsad / ધરમપુરના રાજપુરી જંગલ વિસ્તારમાં જીવના જોખમે સ્ટંટ કરતા યુવાનોનો વીડિયો વાયરલ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા કુદરતી સૌંદર્યથી ભરપૂર રાજપુરી જંગલ વિસ્તારના જાહ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા કુદરતી સૌંદર્યથી ભરપૂર રાજપુરી જંગલ વિસ્તારના જાહેર રસ્તાઓ અત્યારે જોખમી સ્ટંટબાજોનો અડ્ડો બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં આ વિસ્તારના મુખ્ય માર્ગ પર જીવના જોખમે બાઇક સ્ટંટ કરતા યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
રાજપુરી જંગલ વિસ્તારનો આ રસ્તો વળાંકવાળો અને સાંકડો હોવા છતાં, આ યુવાનો અન્ય વાહનચાલકો કે પોતાના જીવની પરવા કર્યા વગર પૂરઝડપે સ્ટંટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં 'રીલ્સ' બનાવવાની ઘેલછામાં આ યુવાનો કાયદાના લીરેલીરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારના જોખમી સ્ટંટ માત્ર સ્ટંટ કરનાર યુવાનો માટે જ નહીં, પરંતુ રસ્તા પરથી પસાર થતા અન્ય નિર્દોષ મુસાફરો માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. પહાડી વિસ્તાર હોવાથી અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા રહે છે, ત્યારે આ પ્રકારે જાહેર રસ્તા પર થતી જોખમી પ્રવૃત્તિઓ કોઈ મોટી હોનારતને આમંત્રણ આપી રહી છે. જો કે GSTV આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.



