મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગારીયાધારમાં મહિલા તબીબના મોતથી ચકચાર

ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં મહિલા તબીબ ડો. ઋત્વિનું મૃતદેહ ઘરે મળી આવતા ચકચાર મચી છે. ગોકુળ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. ઋત્વ

તસવીર: gstv

ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં મહિલા તબીબ ડો. ઋત્વિનું મૃતદેહ ઘરે મળી આવતા ચકચાર મચી છે. ગોકુળ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. ઋત્વિ આશરે બે વર્ષથી ગારીયાધારમાં તબીબી સેવા આપતા હતા. દોઢ વર્ષ પૂર્વે તેમણે ડો. પૃથ્વી પરમાર સાથે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. ઘટનાની જાણ થતાં સુરતથી પરિવારજનો ગારીયાધાર પહોંચ્યા અને શરીર પર ઇજાના નિશાન હોવાનો આક્ષેપ કરી હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે અને પોલીસ તપાસ તથા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો