મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video- યાત્રી કૃપયા ધ્યાન દે,ચાલતી ટ્રેનમાં ચડવા જતાં સુરત રેલવે સ્ટેશન પર મહિલા સાથે આવું થયું..

સુરત સ્ટેશને ચાલતી ટ્રેનમાં ચઢતી વખતે મહિલા પેસેન્જર પટકાઇ હતી. જેને આરપીએફે બચાવી લીધી હતી. સવારના

સુરત સ્ટેશને ચાલતી ટ્રેનમાં ચઢતી વખતે મહિલા પેસેન્જર પટકાઇ હતી. જેને આરપીએફે બચાવી લીધી હતી. સવારના નવ વાગ્યે આરપીએફ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્ર પ્લેટફોર્મ નંબર 1 ફરજ પર હતા. એ જ સમયે પ્લેટફોર્મ નંબર 1 પર મારુસાગર એક્સપ્રેસ ત્યાં આવી હતી. ટ્રેન ઉપડતા જ એક મહિલા પેસેન્જર દોડતી દોડતી ચાલતી ટ્રેનમાં ચડવા ગઈ હતી. પરંતુ તે બેલેન્સ ગુમાવી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઇ ગઈ હતી. જોકે, તે સમયે પુષ્પેન્દ્રે કુમારે દોડી આવી મહિલા પેસેન્જર બહાર કાઢી લીધી હતી. અંતે મહિલા પેસેન્જરે માફી માંગવા સાથે આરપીએફ જવાનનો આભાર માન્યો હતો. જો કે, લોકોની આંખ ઉઘાડતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

આ સમાચાર શેર કરો