મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

VIDEO: NEWS AFTERNOON/ ન્યૂયોર્ક પહોંચતા જ થશે નેતન્યાહૂની ધરપકડ?, આજે ફરી કોકરોચ જનતા પાર્ટીની સંસદ તરફ કૂચ, જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફત: 24ના મોત!

ન્યૂયોર્ક

ન્યૂયોર્ક પહોંચતા જ થશે નેતન્યાહૂની ધરપકડ?

ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ ઇઝરાયેલી PM નેતન્યાહૂની ધરપકડના વિકલ્પો વિચારવાની વાત કરતા ટ્રમ્પે પલટવાર કર્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે અમેરિકામાં નેતન્યાહૂની ધરપકડ નહીં થાય. જ્યારે ઇઝરાયેલે પણ ICC વોરંટને ફેક ગણાવી મેયર પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો

આજે ફરી સંસદ તરફ કૂચ કરશે કોકરોચ!

જંતર-મંતર પર CJPના પ્રદર્શન દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થતાં પોલીસે લાઠીચાર્જ અને ટિયર ગેસ છોડ્યા, જેમાં 118થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ રાત્રે ફરી ભેગા થયા છે અને CJPએ આજે પણ સંસદ માર્ચ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

કોકરોચ આંદોલન વચ્ચે ખેડૂતોની પણ દિલ્હી તરફ કૂચ!

ભારત-અમેરિકા વચ્ચેના મુક્ત વ્યાપાર કરારનો વિરોધ કરવા પંજાબના હજારો ખેડૂતો શંભુ બોર્ડર પર એકઠા થતાં હાઈઍલર્ટ જાહેર કરાયું છે. ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયત વચ્ચે સુરક્ષા દળોએ બેરિકેડિંગ કરી કલમ 163 લાગુ કરી દીધી છે. ખેડૂતોની ચેતવણી છે કે માગ પૂરી ન થાય ત્યાં સુધી દિલ્હી કૂચ ચાલુ રહેશે.

જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફત: 24ના મોત!

જમ્મુ-કાશ્મીરમાં મુસળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે 2 દિવસમાં 24 લોકોના મોત થયા છે અને 6 લાપતા છે. પુંચમાં મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે, જ્યારે અમરનાથ અને વૈષ્ણોદેવી સહિતની યાત્રાઓ સ્થગિત કરાઈ છે. હવામાન વિભાગે 23 જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.

E20થી એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી: સરકાર

કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે દેશમાં શુદ્ધ (E0) કે E10 પેટ્રોલની સમાંતર સપ્લાય શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું કે વૈજ્ઞાનિક ટેસ્ટિંગમાં E20 ઇંધણથી એન્જિન બગડવાના કોઈ પુરાવા મળ્યા નથી. અને 1 એપ્રિલ 2026થી 95 રિસર્ચ ઓક્ટેન નંબર ધરાવતું ઇથેનોલ મિશ્રિત ઇંધણ જ આપવાની નીતિ યથાવત રહેશે.

ગુજરાતના 125 તાલુકામાં મેઘમહેર!

ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડ સાથે 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના પારડીમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ 27% વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.

રાજકોટમાં ₹2 કરોડથી વધુના ડ્રગ્સનો નાશ!

રાજકોટ પોલીસે વિવિધ 32 ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹2 કરોડથી વધુની કિંમતના નશીલા પદાર્થોનો કોર્ટના આદેશ અનુસાર ભચાઉના લાકડીયા ખાતે ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં નાશ કર્યો છે. નાશ કરાયેલા જથ્થામાં મેફેડ્રોન, બ્રાઉન સુગર, કફ સીરપ અને ₹1.20 કરોડના ગાંજાનો સમાવેશ થાય છે.

ધંધુકા-ધોલેરા હાઇવે પર ભયાનક અકસ્માત!

ધંધુકા-ધોલેરા હાઇવે પર રોજકા ગામ નજીક TATA કંપનીના કર્મચારીઓને લઈ જતી ટાટા સુમો કાર પલટી જતાં 5 ઈજનેરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ટીમે પહોંચી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી RMS હોસ્પિટલ ખસેડ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોની સ્થિતિ હાલ સ્થિર છે.

આ સમાચાર શેર કરો