મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'અમે સીમાંકનની કોઈ માંગ નથી કરી, સરકાર પોતાનો વાયદો પૂરો કરે' ; મહિલા અનામત મુદ્દે સુપ્રિયા સુલેનું મોટું નિવેદન

મહિલા અ

તસવીર: gstv

મહિલા અનામત અને સીમાંકનના મુદ્દે ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-SCP) ના નેતા સુપ્રિયા સુલેએ વિપક્ષનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે સીમાંકનને લઈને સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રસ્તાવ આવ્યો નથી.

સુપ્રિયા સુલેએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, "અમારી પાસે સીમાંકન અંગે કોઈ બિલ કે પ્રસ્તાવ આવ્યો નથી. આ વિષય પર અમારી સાથે કે અન્ય કોઈ સાથે કોઈ ચર્ચા થઈ નથી. જ્યારે પણ આ બિલ ગૃહમાં આવશે, ત્યારે અમે અમારું વલણ સ્પષ્ટ કરીશું અને 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનની અંદર પણ આ બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવશે."

કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે વધુમાં ઉમેર્યું કે, "ઇન્ડિયા ગઠબંધન દ્વારા સીમાંકનની કોઈ માંગ કરવામાં આવી નથી. અમારી માત્ર એટલી જ માંગ છે કે મહિલાઓ માટે જે 33 ટકા અનામત લાવવામાં આવ્યું છે, તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે. સીમાંકન સાથે અમારે કોઈ લેવાદેવા નથી. સરકારે મહિલાઓને અનામત આપવાનો જે વાયદો કર્યો હતો, તે વહેલી તકે પૂરો કરવો જોઈએ."

આ સમાચાર શેર કરો