મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

Digital Arrest Scam:પોલીસનો રોફ અને સજાના ડરથી લોકો કરે છે આત્મસમર્પણ; કેવી રીતે આ સ્કેમથી બચી શકાય?

વડોદરામાં વાઘોડિયા રોડ પર રહેતા એક શિક્ષિકા ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યાં હતા. સાઇબર ઠગોએ 4 કલાક વીડિયો કોલમાં તેમના બેન્ક ખા

Digital Arrest Scam:પોલીસનો રોફ અને સજાના ડરથી લોકો કરે છે આત્મસમર્પણ; કેવી રીતે આ સ્કેમથી બચી શકાય?

વડોદરામાં વાઘોડિયા રોડ પર રહેતા એક શિક્ષિકા ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યાં હતા. સાઇબર ઠગોએ 4 કલાક વીડિયો કોલમાં તેમના બેન્ક ખાતાથી મની લોન્ડ્રિંગ થયું છે તો કાર્યવાહી થશે તેમ કહીને 1 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

સાઇબર ફ્રૉડના નવા નવા સ્કેમ સામે આવી રહ્યાં છે. જ્યાં પીડિતને ચાલાકીથી શિકાર બનાવવામાં આવે છે. આ દરમિયાન તેમને ડરાવવા અને ધમકાવવામાં પણ આવે છે. આવું જ એક ફ્રૉડ છે ડિજિટલ એરેસ્ટ સ્કેમ. આ સ્કેમથી કેવી રીતે બચી શકાય તેના વિશે આપણે આ અહેવાલમાં જાણીયે...

શું છે  Digital Arrest Scam? 

ડિજિટલ એરેસ્ટ બ્લેકમેલ કરવાની એડવાન્સ રીત છે. ડિજિટલ એરેસ્ટ સ્કેમનો શિકાર તે લોકો જ બને છે જે વધારે ભણેલા ગણેલા અને હોશિયાર હોય છે. ડિજિટલ એરેસ્ટનો સીધો અર્થ એવો છે કે કોઇ તમને ઓનલાઇન ધમકી આપીને વીડિયો કૉલિંગ  દ્વારા તમારા પર નજર રાખી રહ્યાં છે. ડિજિટલ એરેસ્ટ દરમિયાન સાઇબર ઠગ નકલી પોલીસ અધિકારી બનીને લોકોને ધમકાવે છે અને પોતાનો શિકાર બનાવે છે.

Digital Arrest Scamમાં શખ્સને એક અજાણ્યા નંબર પરથી કૉલ આવે છે તે બાદ તે શખ્સને કહેવામાં આવે છે કે તેના નામથી પાર્સલ વિદેશ જઇ રહ્યું છે જેમાં ડ્રગ્સ હતું અથવા પછી તેનો મોબાઇલ અથવા બેન્ક ખાતાનો ઉપયોગ મની લૉન્ડ્રિંગ કેસમાં કરવામાં આવ્યો છે. જે પુરી રીતે ફેક હોય છે.

તે બાદ નકલી પોલીસ, CBI અથવા અન્ય સરકારી એજન્સીઓના નામનો ઉપયોગ કરીને ફેક એરેસ્ટ વોરન્ટ બતાવે છે. તે બાદ ઘરમાં કેમેરા સામે રહેવાની સલાહ આપવામાં આવે છે. આ ડિજિટલ એરેસ્ટ હોય છે.

ડિજિટલ એરેસ્ટ ફ્રૉડથી આ રીતે બચી શકાય

Digital Arrest Scamના કેસ અવાર નવાર સાંભળવા મળી રહ્યાં છે. ઘણા લોકો તેના શિકાર બની રહ્યાં છે. સાઇબર ક્રિમિનલ્સે આ દરમિયાન કેટલાક લોકોને કરોડો રૂપિયાનો ચુનો પણ લગાવ્યો છે. સાઇબર સ્કેમર્સ માત્ર વિક્ટિમના નામ પર તો બેન્કમાંથી પર્સનલ લોન લઇ લે છે પરંતુ તે બાદ તે રૂપિયાને બેન્કના ખાતામાંથી ઉડાવી પણ લે છે. આજે અમે તમને ડિજિટલ એરેસ્ટ સ્કેમ અને તેનાથી બચવાના ઉપાયો વિશે જણાવી રહ્યાં છીએ.

કેવી રીતે ડિજિટલ એરેસ્ટ સ્કેમનો ભોગ બને છે લોકો

સ્ટેપ-1: TRAIના નામ પર આવે છે કૉલ

રાજકોટના વિજય પટેલ નામના એક X યૂઝર (Vijaygajera)એ આ આખી ઘટનાનું પુરૂ રેકોર્ડિંગ શેર કર્યું છે. તેને જણાવ્યું કે એક અજાણ્યા નંબરથી કૉલ આવે છે. કૉલર તેને જણાવે છે કે તેનો મોબાઇલ નંબર આગામી 4 કલાકમાં બ્લૉક કરી દેવામાં આવશે. કારણ કે તેનો ઉપયોગ હેરાનગતિ અને નાણાકીય છેતરપિંડી માટે થઇ રહ્યો છે.
ધ્યાન આપો કે સ્કેમર્સ કૉલ પર ખુદને TRAIના અધિકારી હોવાનો દાવો કરે છે.

સ્ટેપ-2: વૉટ્સએપ પર નિવેદન નોંધાવવાનો આપવામાં આવે છે વિકલ્પ

સ્કેમરે વિજયને 12 કલાકની અંદર લખનૌ પોલીસ સ્ટેશન પહોંચવા માટે કહ્યું. તેને WhatsApp Video Call પર સ્ટેટમેન્ટ રજિસ્ટર કરાવવાનો ઓપ્શન પણ આપવામાં આવ્યો. કોઇ પણ સામાન્ય વ્યક્તિની જેમ વિજયે બીજો વિકલ્પ પસંદ કર્યો, જે બાદ તેને એક WhatsApp Video Call આવે છે.

સ્ટેપ-3: પોલીસ યૂનિફૉર્મમાં સ્કેમરનો આવે છે વીડિયો કૉલ

આ કૉલમાં એક વ્યક્તિ પોલીસના યૂનિફૉર્મમાં જોવા મળે છે. તેની પાછળનો બેકગ્રાઉન્ડ કોઇ પણ પોલીસ અધિકારીની ઓફિસ જેવો હોય છે. આ ફેક પોલીસ અધિકારી નિવેદન રેકોર્ડ કરવાની કાર્યવાહી શરૂ કરે છે.

સ્ટેપ-4: આસપાસની સમીક્ષા કરે છે

કોઇ વિજય સાથે નથી તે તપાસવા માટે સ્કેમર 360 ડિગ્રી વ્યૂ બતાવવા કહે છે. તે બાદ તે વિજયના આધાર કાર્ડની ઇન્કવાયરી શરૂ કરે છે.

તે પછી આધાર કાર્ડની માહિતી માંગવામાં આવે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવવામાં આવે છે.

https://twitter.com/vijaygajera/status/1850058190211445011
 
સ્ટેપ-5: સુપ્રીમ કોર્ટના નામથી આવે છે ડૉક્યુમેન્ટ

આધાર કાર્ડની જાણકારી લીધા બાદ તેને જણાવ્યું કે કેવી રીતે આધારનો મિસ યૂઝ થઇ રહ્યો છે. આટલી વારમાં સ્કેમર્સ તેને વૉટ્સએપ પર જ સુપ્રીમ કોર્ટના નામથી એક ડૉક્યુમેન્ટ પણ મોકલે છે જેથી કેસ વધુ ગંભીર લાગે.

સ્ટેપ-6: પોલીસ હેડક્વાર્ટરમાં તપાસ માટે આપવામાં આવે છે માહિતી

આગળનું પગલું વધુ રસપ્રદ હતું- વિજય વિશે તપાસ કરવા માટે વૉકી-ટોકીનો ઉપયોગ કરીને ફેક પોલીસ હેડક્વાર્ટરમાં સંપર્ક પણ કરે છે. જેના પર તે વિજયની તમામ ડિટેલ્સ શેર કરે છે અને તેના વિશે તપાસ કરવા કહે છે.

સ્ટેપ-7: ઠગ પોલીસ કર્મી ધમકાવવાનું કરે છે શરૂ

તે બાદ તે વિજયને ધમકાવવાનો પ્રયાસ કરે છે. સ્કેમર તેને જણાવે છે કે તેનું કનેક્શન નવાબ મલિક સાથે મની લૉન્ડ્રિંગમાં મળ્યું છે. આ રીતે તે વિજયના બેન્ક એકાઉન્ટની જાણકારી માંગે છે. આ રીતે સ્કેમર્સ લોકોને ડરાવીને તેમના બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ લઇ લે છે.

આ માત્ર એક કાવતરૂં છે જેથી તેઓ શોધી શકે કે તમારી પાસે કેટલા બેંક એકાઉન્ટ છે અને તેમાં કેટલા પૈસા જમા છે, જેથી તેઓ તે બધું હડપ કરી શકે!

સ્ટેપ-8: બેન્ક ડિટેલ્સ માંગવામાં આવે છે

તે બાદ સ્કેમર્સ જાણવાનો પ્રયાસ કરે છે કે વિજય UPI એપનો ઉપયોગ કરે છે કે પછી નેટ બેન્કિંગનો, તે બાદ તે પૈસા ટ્રાન્સફર માટે કહી શકે...

સ્ટેપ-9: DCPને ટ્રાન્સફર કરવામાં આવે છે કૉલ

સ્કેમર આ કૉલને DCPને ટ્રાન્સફર કરે છે, જે જણાવે છે કે વિજયે બેન્ક એકાઉન્ટમાં તમામ પૈસાને તેમના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે. તે બાદ જ તેને નિર્દોષ હોવાનું પ્રમાણપત્ર મળશે.

સ્ટેપ-10: અને આ સ્કેમનો થાય છે ખુલાસો

જોકે, જેવા જ સ્કેમરને જાણ થાય છે કે વિજયને તેમના પ્લાન વિશે ખબર પડી ગઇ છે. તે તેમની સાથે દુર્વ્યવહાર કરવા લાગે છે. આ રીતની ઘટનામાં સ્કેમર્સને જ્યારે આ વાતનો અંદાજો આવી જાય કે તેના વિશે સામે વાળી વ્યક્તિને ખબર પડી ગઇ છે તો તે ગાળ બોલીને ફોન મુકી દે છે.

આ રીતના સ્કેમ ધરાવતા કૉલ તમારી પાસે પણ આવી શકે છે, માટે તમારે આખી ઘટનાને સાવચેતીપૂર્વક સમજવી જોઇએ અને ભવિષ્યમાં ક્યારેય પણ આ રીતના સ્કેમ કોલ્સ પર તમારી કોઇ જાણકારી શેર કરવી ના જોઇએ.

Cyber Fraudથી બચવા માટે હંમેશા આ વાતો ધ્યાનમાં રાખો

ડિજિટલ એરેસ્ટ દરમિયાન પોલીસ, CBI કે અન્ય કાયદાકીય એજન્સીઓ તમને સ્કાઇપ અથવા WhatsApp પર વીડિયો કૉલ કરવા કહી શકે છે. આ દરમિયાન તે તમારા મોબાઇલની સ્ક્રીન શેરિંગ પણ કરાવી શકે છે, તે બાદ તે તમને મોબાઇલ પર થતી દરેક એક્ટિવિટીને આસાનીથી જોઇ શકે છે.

સ્ક્રીન શેરિંગ દરમિયાન જો તમારી પાસે બેન્ક તરફથી OTP આવે છે તો સ્ક્રીન શેરિંગને કારણે તે તમારો OTP એક્સેસ કરી શકે છે. જો તમારા બેન્ક ખાતામાં વધુ રકમ નથી તો તે તમારા નામથી પર્સનલ લોન પણ લઇ શકે છે.

સાઇબર ક્રાઇમથી કેવી રીતે બચી શકો છો

સાઇબર ક્રાઇમની શરૂઆત અજાણ્યા નંબરથી આવતા કૉલ્સ, મેસેજ કે પછી કોઇ લિંકથી શરૂ થાય છે. હંમેશા ધ્યાન રાખો કે ક્યારેય પણ કોઇ અજાણ્યાને પોતાનો OTP, બેન્ક ડિટેલ્સ કે પર્સનલ ડિટેલ્સ શેર ના કરો.

આ સમાચાર શેર કરો