VIDEO: પ્રગતિ મેદાનમાં વરસાદથી જળબંબોળ સ્થિતિ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો હત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ ભારે વરસાદને કારણે દિલ્હીના પ્રગતિ મેદાન અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી . સામે આવેલા દ્રશ્યો અનુસાર, પ્રગતિ મેદાન રોડ અને અંડરપાસમાં ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા હતા , જેના લીધે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો . રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી . હવામાન વિભાગે દિલ્હીમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી




