VIDEO: વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો
ઉત્તર પ્રદેશના વારાણસીમાં પહાડી અને મેદાની વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે ગંગા નદીના જળસ્તરમાં ઝડપથી વધાર

ઉત્તર પ્રદેશના વારાણસીમાં પહાડી અને મેદાની વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે ગંગા નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને પૂરનું પાણી ચેતવણીના નિશાનની નજીક પહોંચી ગયું છે. નદીના પાણીનું સ્તર સતત વધવાને કારણે દશાશ્વમેધ, મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ સહિતના તમામ પ્રસિદ્ધ 84 ઘાટોનો પરસ્પર સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે અને ઘાટ પરની આરતી તથા અન્ય ધાર્મિક વિધિઓ ઊંચાઈ વાળી જગ્યાઓ પર ખસેડવાની ફરજ પડી છે. ઘાટ કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદીમાં નૌકાચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એનડીઆરએફ તથા જળ પોલીસની ટીમોને એલર્ટ મોડ પર રાખીને કિનારાના વિસ્તારોમાં સતત પેટ્રોચિંગ કરવામાં આવી રહ્યું છે.




