મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વારાણસીમાં ગંગાનું જળસ્તર ઝડપથી વધ્યું

ઉત્તરપ્રદેશના વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગંગાનું પાણી પ્રતિ કલાક આશરે પાંચ સેન્ટીમ

તસવીર: gstv

ઉત્તરપ્રદેશના વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગંગાનું પાણી પ્રતિ કલાક આશરે પાંચ સેન્ટીમીટરના દરે વધી રહ્યું છે. પાણીના વધતા સ્તરને કારણે અસ્સી ઘાટથી લઈને નમો ઘાટ સુધીના ઘાટો વચ્ચેની કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. નદીના વધતા પ્રવાહને ધ્યાનમાં રાખીને નાવની કામગીરી પહેલેથી જ બંધ કરી દેવામાં આવી છે. ઘાટોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પહોંચતા લોકોની અવરજવર પર પણ અસર પડી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને ગંગા કિનારે સાવચેતી રાખવા અને જોખમી વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો