માત્ર 57 સેકન્ડના VIDEOમાં નિહાળો અનંત અંબાણીના લગ્નનો ઠાઠ, આ મોટી હસ્તીઓએ લગાવ્યા ઠુમકા
ગઈકાલે (12 જુલાઈ) મુકેશ અને નીતા અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બં

ગઈકાલે (12 જુલાઈ) મુકેશ અને નીતા અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાયા હતા. તેના પ્રી-વેડિંગ ફંક્શન ઘણા સમયથી ચાલી રહ્યા હતા. આ લગ્નમાં વિશ્વભરના બિઝનેસમેન, રાજકારણીઓ, ખેલાડીઓ તેમજ હોલીવૂડ અને બોલીવૂડના સ્ટાર્સે ભાગ લીધો હતો. ત્યારે લગ્નના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
અમે પણ તમારા માટે એક વીડિયો લાવ્યા છીએ. જેમાં તમે મુકેશ અને નીતા અંબાણીના લાડલા અનંતને લગ્નનો ઠાઠ જોઈ શકો છો. આ વીડિયોમાં તમે લગ્નના વેન્યુ પર અંબાણી પરિવારની એન્ટ્રીથી લઈને સાફા વિધિ જોઈ શકો છો. આ ખાસ પ્રસંગમાં પ્રખ્યાત રેસલર જોન સીના પણ સામેલ થયો હતો. તેણે પણ સાફો બંધાવ્યો હતો.
હોલીવૂડ અને બોલીવૂડની મોટી હસ્તીઓ સિવાય અનંત-રાધિકાના લગ્નમાં સાઉથ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સપણ હાજર રહ્યા હતા. અનંતની બારાતમાં રજનીકાંત અને રણવીર સિંહ સહિતના સ્ટાર્સે ઠુમકા લગાવ્યા હતા.






