મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: યુએનમાં નેતન્યાહૂના ભાષણ સમયે અન્ય દેશોના પ્રતિનિધીઓનું વોકઆઉટ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રની અંદર નેતન્યાહૂના આગમન અને ભાષણ વખતે દુ

તસવીર: gstv

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રની અંદર નેતન્યાહૂના આગમન અને ભાષણ વખતે દુનિયાભરના દેશોના  પ્રતિનિધિઓ સભાસ્થળ છોડીને વૉકઆઉટ કરી ગયા હતા. પોતાના ભાષણ દરમિયાન નેતન્યાહૂએ બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો પર આકરા પ્રહાર કર્યા હતા, જેમણે તાજેતરમાં જ પેલેસ્ટાઈન દેશને માન્યતા આપી છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, આ દેશો નાના એવા ઈઝરાયલ પર સંસ્થાનવાદ નો આરોપ લગાવે છે, પરંતુ વાસ્તવમાં આ શબ્દની રચના કરનારાઓ જ બ્રિટન અને ફ્રાન્સના લોકો છે. વોકઆઉટ કરીને જતા પ્રતિનિધીઓ વચ્ચે ભાષણની શરૂઆત કરતા નેતન્યાહુએ કહ્યું કે, હજુ પણ કોઈને સ્થળ છોડીને જવું હોય તો જઈ શકે છે.

આ સમાચાર શેર કરો