મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોતના પાંજરા પાસે નિયમોના ધજાગરા: સક્કરબાગમાં વાઘને છંછેડતો વીડિયો વાયરલ

જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સુરક્ષા વ્યવસ્થાની ઘો

તસવીર: gstv

જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સુરક્ષા વ્યવસ્થાની ઘોર બેદરકારી ઉજાગર કરતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વાઘના પાંજરા નજીક કેટલાક મુલાકાતીઓએ નિયમોના ધજાગરા ઉડાવી ભારે હોબાળો મચાવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક શખ્સો પાંજરાની સાવ નજીક જઈ, અંદર કપડું નાખીને હિંસક વાઘને છંછેડી રહ્યા છે.આ જોખમી ઘટના સમયે કેટલાક લોકો બાળકોને ખભા પર બેસાડીને ઊભા હતા અને બૂમાબૂમ કરી રહ્યા હતા. સહેજ પણ સંતુલન બગાડવા પર મોટી દુર્ઘટના ઘટી શકી હોત. આટલી સંવેદનશીલ જગ્યાએ એકપણ સિક્યોરિટી ગાર્ડ હાજર ન જણાતા ઝૂ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો