VIDEO: શું 'થલાપતિ' વિજયની સુરક્ષામાં થઈ મોટી ચૂક? અમિત શાહને પત્ર લખીને વ્યક્ત કરી ગંભીર ચિંતા
VIDEO: તમિલનાડુ વિધાનસભ

VIDEO: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રચાર દરમિયાન ટીવીકે પાર્ટીના પ્રમુખ અને અભિનેતા વિજય થલાપતિએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખીને સુરક્ષા વ્યવસ્થામાં કથિત ખામીઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે
વિજય થલાપતિએ 30મી માર્ચે પેરામ્બુરમાં ઉમેદવારી પત્ર ભર્યા બાદ કોલાથુર તરફ જતા સમયે પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થાપનની અછતનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમના વીઆઈપી કાફલા માટે સુરક્ષિત અને અવિરત હિલચાલ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો નહોતો, જેના કારણે સુરક્ષાની ગંભીર ખામીઓ જોવા મળી હતી.પત્રમાં વિજયે જણાવ્યું કે તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વાયશ્રેણીની સુરક્ષા પ્રાપ્ત કરેલા સંરક્ષિત વ્યક્તિ છે. તેમણે ચૂંટણી અધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ પ્રચાર કાર્યક્રમ આયોજિત કર્યો હતો, ત્યારે પણ સુરક્ષા પ્રોટોકોલનું પાલન ન થયું.
ટીવીકેના પ્રમુખ યલો બુકમાં નિર્ધારિત સુરક્ષા માર્ગદર્શિકાનું કડક પાલન કરવાની માંગ કરી છે. તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અપીલ કરી છે કે તમિલનાડુ પોલીસને યોગ્ય નિર્દેશો આપીને ચૂંટણી પ્રચાર સહિત તમામ જાહેર કાર્યક્રમો દરમિયાન પૂરતી અને અસરકારક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાની પણ વિનંતી કરી છે.વિજય પેરામ્બુર અને ત્રિચી પૂર્વ બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઘટના અંગે તમિલનાડુ પોલીસ અને ચૂંટણી અધિકારીઓ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.






