VIDEO: પશ્ચિમ બંગાળના લોકોને મતદાન કરી TMCને ફેંકી દેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું આહવાન,
VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના લોકોને વ
VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના લોકોને વિધાનસભા ચૂંટણી પહેલા નિર્ભયતાથી મતદાન કરીને તૃણમૂલ કોંગ્રેસને સત્તા પરથી હટાવવા અપીલ કરી છે.દરેક વ્યક્તિએ ભય વિના મત આપીને ટીએમસીને બંગાળની ખાડીમાં ફેંકી દેવી જોઈએ.
ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના નામાંકન કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અમિત શાહે જણાવ્યું કે આ વખતે કોઈએ ડરવાની જરૂર નથી. કોઈ અસામાજીક ત્તત્વ બંગાળના મતદારોને રોકી શકશે નહીં. દરેક વ્યક્તિએ ભય વિના મત આપીને ટીએમસીને બંગાળની ખાડીમાં ફેંકી દેવી જોઈએ.ભવાનીપુરના લોકોને સીધી અપીલ કરતાં શાહે કહ્યું કે હું સુવેન્દુ અધિકારી માટે મત માંગવા આવ્યો છું. અમે સોનાર બાંગ્લા બનાવવા માંગીએ છીએ, તેથી TMCને હરાવવી જરૂરી છે. તેમણે TMC સરકારને ભ્રષ્ટાચારથી ગ્રસ્ત ગણાવી અને પરિવર્તનની ખાતરી આપી.અમિત શાહ વિધાનસભા ચૂંટણી દરમિયાન 15 દિવસ પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરશે.
તેમણે જયશ્રી રામના નારા સાથે ભાષણની શરૂઆત કરી અને મમતા બેનર્જીને બાય-બાય કહેવાની અપીલ કરી.સુવેન્દુ અધિકારી ભવાનીપુર અને નંદીગ્રામ બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 23મી અને 29મી એપ્રિલે બે તબક્કામાં યોજાશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે.












