VIDEO: UCC બિલ-2026: ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં 'સમાન નાગરિક ધારો', અમિત શાહે ગણાવ્યું ઐતિહાસિક પગલું!
VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજર
VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા યુનિફોર્મ સિવિલ કોડ બિલ-2026ની પ્રશંસા કરી છે. તેમણે આને દેશના તમામ નાગરિકો માટે સમાનતા સુનિશ્ચિત કરવા તરફનું ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમિત શાહે લખ્યું કે ભાજપનો સ્થાપના કાળથી જ સંકલ્પ છે કે દેશમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હોવો જોઈએ. વડાપ્રધાનમોદીના નેતૃત્વમાં ભાજપની રાજ્ય સરકારો આ દિશામાં સતત આગળ વધી રહી છે. મને આનંદ છે કે ઉત્તરાખંડ પછી ગુજરાતે પણ યુસીસી બિલ પસાર કરીને પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બિલને ટેકો આપનારા તમામ ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા.
તેમણે કહ્યું કે દેશને તુષ્ટિકરણના આધારે નહીં, પરંતુ તમામ નાગરિકો માટે સમાન કાયદા દ્વારા ચલાવવામાં આવવો જોઈએ. આ અમારી પ્રાથમિકતા અને સંકલ્પ બંને છે. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે UCC અમલમાં આવવાથી લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક જેવા મુદ્દાઓમાં તમામ ધર્મ અને સમુદાય માટે એકસમાન કાનૂની માળખું સ્થપાશે. તેમણે ભાર મૂક્યો કે આ બિલ તમામ ધર્મો અને જાતિઓમાં મહિલાઓને સમાન અધિકારો આપશે અને તેમની ગરિમા તેમજ સુરક્ષા વધુ મજબૂત બનાવશે. આ સાથે જ ગુજરાત ઉત્તરાખંડ પછી UCC અમલ કરનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે.








