VIDEO: ઈરાન પર ટ્રમ્પનો પ્રહાર: તેહરાનમાં અંધારપટ, મહત્વનો બ્રિજ ધ્વસ્ત થતા ઈરાન ઘૂંટણિયે?
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત વિનાશક વળાંક
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચ્યો છે. અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાનની રાજધાની તેહરાનને જોડતો મહત્વ પૂર્ણ બ્રિજને તૂટી ગયો છે. હુમલા બાદ તહેરાનમાં વિજ પુરવઠો ખોરવાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.
અમેરિકા દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં ઈરાનની રાજધાની તેહરાનને પશ્ચિમ શહેર કરજ સાથે જોડતા મહત્વપૂર્ણ હાઈવે બ્રિજને નિશાન બનાવવામાં આવ્યો છે. આ હુમલામાં બે લોકોના મોત થયા છે અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.આ હુમલામાં B1 બ્રિજ ભારેનુકસાન થયું છે, તે લગભગ બનીને તૈયાર થઈ ગયો હતો. આશરે 400 મિલિયન અમેરિકન ડોલરના ખર્ચે બનેલો આ પુલ એક હજાર મીટરથી પણ વધુ લાંબો હતો અને તેની ગણના મધ્ય પૂર્વના સૌથી મોટા પુલોમાં થતી હતી.
ઈરાનના સરકારી મીડિયા અને પ્રેસ ટીવીએ પણ પુષ્ટિ કરી છે કે આ હુમલાને કારણે વિસ્તારમાં મોટું વીજ સંકટ ઊભું થયું છે.હુમલા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ હુમલાનો વીડિયો શેર કરીને ઈરાન પર દબાણ વધાર્યું છે. ટ્રમ્પે આક્રમક લહેજામાં કહ્યું કેહજુ પણ સમય છે, સમજૂતી કરી લો, નહીં તો બહુ મોડું થઈ જશે. જો ઈરાન પોતાનું વલણ નહીં બદલે તો તેની પાસે કંઈ જ બાકી નહીં રહેજ્યારે તે હજુ પણ એક મહાન દેશ બની શકે છે.












