VIDEO: શ્રીનગરના દાલ સરોવરમાં પ્રવાસીઓનો ઘોડાપૂર, શિકારા રાઈડની જબરી જમાવટ! હૈદરાબાદના સહેલાણીએ ગાયા ગુણગાન
શ્રીનગરના વિશ્વપ્રસિદ્ધ દાલ સરોવરમાં પ્ર
શ્રીનગરના વિશ્વપ્રસિદ્ધ દાલ સરોવરમાં પ્રવાસીઓ મન મૂકીને મજા માણી રહ્યા છે.. વહેલી સવારના ખુશનુમા વાતાવરણમાં શિકારા રાઈડની જબરી જમાવટ જોવા મળી રહી છે.. ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરની સુંદરતા નિહાળવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે.
શ્રીનગરના વિશ્વપ્રસિદ્ધ દાલ સરોવરમાં પ્રવાસીઓ વહેલી સવારના ખુશનુમા વાતાવરણ અને શિકારા રાઈડની મજા માણી રહ્યા છે.. હૈદરાબાદથી આવેલા પ્રવાસી મોહમ્મદ અકબરે કાશ્મીરની પ્રાકૃતિક સુંદરતા અને સરળતાના મુક્ત કંઠે વખાણ કર્યા હતા.. તેમણે જણાવ્યું કે કાશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ છે અને અહીંની ઉત્તમ સુવિધાઓ તેમજ અદભૂત નજારા દરેક પ્રવાસીને મંત્રમુગ્ધ કરી દે તેવા છે.. એકવાર મુલાકાત લીધા પછી અહીં વારંવાર આવવાનું મન થાય છે.



