VIDEO: હિંમતનગરમાં ચોરી કરવા આવેલા ચોરને લોકોએ મેથીપાક આપ્યો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલા પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મકાનમાં ચોરી કરવા આવેલા ચોરન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલા પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મકાનમાં ચોરી કરવા આવેલા ચોરની આસપાસના લોકોએ સરભરા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ધોળા દિવસે મકાનમાં ચોરી કરવા આવેલા ચોરને સ્થાનિકોએ ઝડપી પાડીને થાંભલા સાથે બાંધી દઈને બરાબરનો મેથીપાક આપ્યો હતો.
હિંમનગર શહેરમાં આવેલા પોલો ગ્રાઉન્ડ જેવા મોટા અને વ્યાપક વસતી ધરાવતા વિસ્તારમાં ધોળા દિવસે ચોરને શું કુમતિ સૂઝી કે એક મકાનમાં ચોરી ઘરવા ઘુસ્યો હતો. જ્યાં આસપાસના લોકોએ ચોરને ઝડપી પાડયો હતો. ત્યારબાદ ચોરને એક થાંભલા સાથે બાંધી સ્થાનિકોએ માર માર્યો હતો. ધોળા દિવસે ચોરીની ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત પોલીસની કામગીરી ઉપર થયા અનેક સવાલો ઉઠયા હતા.




