મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ધર્મશાલામાં ગુંજ્યો તિબેટની આઝાદીનો સૂર: નિર્વાસિત સંસદે રાષ્ટ્રીય ધ્વજ અને પ્રતીકોના સન્માન માટે લીધા ઐતિહાસિક નિર્ણયો

VIDEO:

VIDEO: નિર્વાસિત તિબેટીયન સંસદમાં ચીન વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો છે. ત્રણ હજાર મિલિયનથી વધુનું બજેટ પસાર કરવાની સાથે ચીનના કાયદાને નરસંહાર સમાન ગણાવી ફગાવી દેવાયો છે.. રાષ્ટ્રીય પ્રતીકોના સન્માન અને તિબેટની આઝાદીના ઉકેલ માટે લેવાયા મહત્વના નિર્ણયો. 

નિર્વાસિત તિબેટીયન સંસદના 17માં સત્રમાં રૂપિયા 3475 મિલિયનનું વાર્ષિક બજેટ પસાર કરી મહત્વના નિર્ણયો લેવાયા છે. આ બેઠકમાં તિબેટીયન રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને પ્રતીકના સન્માનજનક ઉપયોગ માટેના ધોરણો નિર્ધારિત કરાયા હતા. વધુમાં ચીનના એથનિક યુનિટી લોને તિબેટીયન ઓળખ અને સંસ્કૃતિ માટે જોખમી ગણાવી તેને નરસંહાર સમાન ગણાવતો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો છે.

આ સમાચાર શેર કરો