મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: પંજાબના ખેડૂતોની આંખમાં આંસુ! અમૃતસરની મંડીઓમાં પલળી ગયું અનાજ, ખેડૂતોને લાખોનું આર્થિક નુકસાન

VIDEO: પંજાબની મંડીઓમાં ખેડૂતોની આ

તસવીર: GSTV

VIDEO: પંજાબની મંડીઓમાં ખેડૂતોની આંખમાં આંસુ છલકાઈ રહ્યા છે.. અમૃતસરના અનાજ બજારોમાં વરસાદ અને ગેરવહીવટને કારણે અનાજ પલળી જતાં સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

અમૃતસરના અનાજ બજારોમાં ગેરવહીવટ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, જે બદલ સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ પંજાબ સરકારની આકરી ટીકા કરી છે. યોગ્ય સંગ્રહ અને પરિવહનના અભાવે ખુલ્લામાં પડેલું અનાજ પલળી જતાં ખેડૂતો, વેપારીઓ અને કરદાતાઓને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સરકારે ટ્રક માલિકોને બદલે બિનઅનુભવીઓને કોન્ટ્રાક્ટ આપતા અનાજની હેરાફેરી અટકી પડી છે અને મંડિઓમાં અંધાધૂંધી વ્યાપી છે.

આ સમાચાર શેર કરો